આજકાલ લોકો થોડો થાક કે નબળાઈ અનુભવે છે કે તરત જ તેઓ વિટામિન ડી સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ કરી દે છે.

સૂર્યપ્રકાશનો અભાવ અને બગડતી લાઈફસ્ટાઈલમાં આ સપ્લિમેન્ટ્સના ઉપયોગમાં વધારો કર્યો છે.

વિટામિન ડી હાડકાની મજબૂતાઈ, સારી રોગપ્રતિકારક શક્તિ અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

પરંતુ શું તમે જાણો છો કે તેનો વધુ પડતો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે?

તબીબી સલાહ વિના સપ્લિમેન્ટ્સનું વધુ પડતું સેવન પણ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.

નિષ્ણાંતોના મતે વિટામિન ડીનું મુખ્ય કાર્ય આપણા શરીરમાં કેલ્શિયમ શોષવાનું છે

પરંતુ જ્યારે વિટામિન ડી વધુ પડતું હોય છે ત્યારે શરીરમાં કેલ્શિયમનું સ્તર પણ અસામાન્ય રીતે વધે છે.

આ સ્થિતિને હાઇપરકેલ્સેમિયા કહેવામાં આવે છે અને તે ઘણા ગંભીર રોગોનું મૂળ કારણ છે.

વધુ પડતા કેલ્શિયમને કારણે તમારા સ્નાયુઓ નબળા પડવા લાગે છે અને તમને સતત થાક લાગે છે.

શરીરમાં વધુ પડતું કેલ્શિયમ પાચનતંત્રમાં વિક્ષેપ પાડે છે. આ ઉબકા, ઉલટી, પેટમાં દુખાવો અને કબજિયાતનું કારણ બની શકે છે.

કિડની શરીરમાંથી વધારાનું કેલ્શિયમ બહાર કાઢવાનો પ્રયાસ કરે છે.

હાડકાંને મજબૂત કરવાને બદલે વધારાનું વિટામિન ડી તેમાંથી કેલ્શિયમ દૂર કરે છે, તેમને નબળા પાડે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો