નારિયેળ પાણીના અનેક ફાયદા છે તે વિટામીન અને મિનરલ્સથી ભરપૂર છે પરંતુ કેટલાક લોકોએ નારિયેળ પાણીનું સેવન ન કરવું જોઈએ કિડની સંબંધિત સમસ્યા હોય તેને નારિયેળ પાણી ન પીવું જોઈએ નારિયેળ પાણીમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, જેથી કિડની ફિલ્ટર કરી શકતી નથી હાઇબ્લડ પ્રેશરની દવા લેવા લોકોએ ડ઼ોક્ટરની સલાહ મુજબ જ નારિયેળ પાણી પીવું ડાયાબિટીસના દર્દીઓએ સીમિત માત્રામાં નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ શર્દી અને ઉધરસ થાય તો નારિયેળ પાણીનું સીમિત માત્રામાં સેવન કરવું નારિયેળ પાણીની તાસીર ઠંડી હોય છે, જેથી શરદીમાં વધારો થઈ શકે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે