ઘણા લોકો જાગતાની સાથે જ કોફીથી દિવસની શરૂઆત કરે છે.
કેટલાક લોકો કામ દરમિયાન મોડી રાત સુધી જાગતા રહેવા માટે કોફી પીવે છે.
નિષ્ણાંતોના મતે એક કપ કોફીમાં 1,000 થી વધુ બાયોએક્ટિવ સંયોજનો હોય છે
જેમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી તત્વોનો સમાવેશ થાય છે.
જે લોકો દરરોજ 2-3 કપ બ્લેક કોફી પીવે છે તેમને લીવરની બીમારીનું જોખમ 40 ટકા ઓછું થાય છે
બ્લેક કોફી બ્લડ સુગર અને મેટાબોલિઝમને ટેકો આપે છે.
કેફીન મગજના ડોપામાઇનને સતર્ક કરીને ધ્યાન અને મૂડ સુધારે છે.
જે લોકો નિયમિતપણે કોફી પીવે છે તેમને હૃદય રોગ, સ્ટ્રોક, ટાઇપ 2 ડાયાબિટીસથી મૃત્યુનું જોખમ ઓછું હોય છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો દિવસમાં ત્રણથી ચાર કપ કોફી પીવે છે તેમના અનેક રોગોથી મૃત્યુનું જોખમ 15% સુધી ઘટાડી શકાય છે.
Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો