ઊંઘ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, સારી ઊંઘ લેવાથી આપણે ઉર્જાવાન અને તાજગી અનુભવીએ છીએ પરંતુ એક અભ્યાસમાં સામે આવ્યું છે કે રાત્રે સારી ઊંઘ લેવાથી આપણું હૃદય સ્વસ્થ રહે છે અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. આ રિસર્ચ અનુસાર, ઓછા કલાકો ઊંઘ લેવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે જે પાછળથી હૃદય પર અસર કરે છે. આ અભ્યાસ મુજબ, સાત કલાકથી ઓછી ઊંઘ સ્વાસ્થ્યને અસર કરે છે અને હાર્ટ સંબંધિત રોગોનું જોખમ વધારે છે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સાત કલાકથી ઓછી ઊંઘથી હાઈ બ્લડ પ્રેશર થવાનું જોખમ સાત ટકા વધી જાય છે જો ઊંઘનો સમયગાળો પાંચ કલાકથી ઓછો હોય તો તે 11 ટકા વધી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્વસ્થ હૃદય માટે સાતથી આઠ કલાકની ઊંઘ શ્રેષ્ઠ છે. જ્યારે વારંવાર ઊંઘમાં વિક્ષેપ અને ઓછી ઊંઘ હાઈ બ્લડ પ્રેશર અને ડિપ્રેશનનું જોખમ વધારે છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે પાંચ કલાકથી ઓછી ઊંઘ લેનારા લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ખૂબ જ સામાન્ય છે ચિંતા, ડિપ્રેશન, સ્લીપ એપનિયા જેવી સમસ્યાઓ પણ ઊંઘમાં સમસ્યા ઊભી કરી રહી છે. અતિશય આહાર અને નાઇટ શિફ્ટ પણ લોકોની ઊંઘની આદતોને બગાડે છે. તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો