કેન્સરની સારવારમાં કીમોથેરાપી એ સૌથી અસરકારક ઉપચાર છે.



કીમોથેરાપી એ કેમિકલ ડ્રગ થેરેપીનું આક્રમક સ્વરૂપ છે. જે શરીરમાં ઝડપથી વિકસતા કોષોને મારી નાખે છે.



કીમોથેરાપીની ઘણી ગંભીર આડઅસર પણ થઈ શકે છે.



કીમોથેરાપી પછી કબજિયાત, થાક લાગવો, ભૂખ ન લાગવી, ઉલ્ટી, ખોરાકમાં સ્વાદ ગુમાવવો વાળ ખરવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.



જીવનશૈલીમાં થોડો ફેરફાર લાવો.



તમારા ડૉક્ટરની ભલામણ મુજબ ફળો, શાકભાજી, અનાજને ડાયટમાં સામેલ કરો



વિટામિન અને મિનરલ સપ્લિમેન્ટ્સ લેતા પહેલા ડૉક્ટરની સલાહ લો.



નારિયેળ પાણી , સલાડ, પાલક, લીંબુ પાણી, સફરજન જેવી ફાઈબરયુક્ત વસ્તુઓ ખાઓ



યોગ, વૉકિંગ, સ્વિમિંગ જેવી હળવી કસરતો કરો.



પરિવાર અને મિત્રો સાથે વાત કરો. મનોરંજન માટે પુસ્તકો વાંચો, ગીતો સાંભળો અથવા ફિલ્મો જુઓ.