વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. આ વિટામિન આપણા શરીરમાં રેડ બ્લડ સેલ્સનું નિર્માણ કરવામાં મદદ કરે છે નર્વસ સિસ્ટમને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. વિટામિન B12 ની ઉણપથી આપણને થાક, નબળાઈ, વાળ ખરવા, તણાવ અને મગજ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન B12નું શોષણ નાના આંતરડામાં થતું હોવાથી પાચનને સારી સ્થિતિમાં રાખો. ખરાબ પાચનને કારણે તે શરીરમાં યોગ્ય રીતે શોષી શકતું નથી. એસિડિટી, કબજિયાત કે અપચો જેવી સમસ્યાઓથી બચો. નિષ્ણાતો કહે છે કે જો તમે સ્ટ્રેસને મેનેજ કરશો તો વિટામિન B12નું સંતુલન પણ જળવાઈ રહેશે. સ્ટ્રેસને કારણે શરીરમાં આ વિટામિનનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી. તમારા આહારમાં દૂધ, દહીં, ચીઝ જેવી ડેરી પ્રોડક્ટ્સનો સમાવેશ કરો. Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો