શિયાળામાં દરેક ઘરમાં ગાજરનું અથાણું અચુક બને છે

Published by: gujarati.abplive.com

ગાજરનું અથાણું ટેસ્ટી તો હોય જ છે સાથે સાથે તે ભોજનનો સ્વાદ પણ વધારે છે

Published by: gujarati.abplive.com

સૌથી પહેલા ગાજરને બરાબર ધોઈને છોલી લો અને તેને લાંબી પટ્ટીઓમાં કાપી લો.

Published by: gujarati.abplive.com

કાપેલા ગાજરને 2 થી 3 કલાક સુધી તડકામાં સુકવો, જેથી તેમાં રહેલો ભેજ નીકળી જાય.

Published by: gujarati.abplive.com

મેથી દાણાને હળવા શેકીને અધકચરા પીસી લો

Published by: gujarati.abplive.com

ત્યારબાદ તેમાં પીળી રાઈ, હળદર, લાલ મરચું, હિંગ અને મીઠું ઉમેરીને મસાલો તૈયાર કરો.

Published by: gujarati.abplive.com

એક કડાઈમાં સરસવનું તેલ ગરમ કરો. જ્યારે તેલમાંથી ધુમાડો નીકળવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો અને તેલને થોડું ઠંડુ થવા દો.

Published by: gujarati.abplive.com

સુકવેલા ગાજરને એક મોટા વાસણમાં લો અને તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો.

Published by: gujarati.abplive.com

હવે તેમાં ઠંડુ થયેલું તેલ અને વિનેગર ઉમેરીને બરાબર હલાવો. આ રીતે તમારું સ્વાદિષ્ટ ગાજરનું અથાણું તૈયાર થઈ જશે, જે જમવાનો સ્વાદ વધારશે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com