તહેવારોની સીઝનમાં પરિવાર સાથે સમય પસાર કરવાની ભરપૂર તક મળે છે. પરંતુ સાથે સાથે તહેવારોમાં ભાગદોડ પણ થઇ જાય છે.



દરમિયાન હવામાનમાં ફેરફારો, ઓછી ઊંઘ અને વધુ પડતી સુગર અને તેલ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે છે



જેના કારણે તમે બીમારીઓનો શિકાર બની શકો છો.



નિષ્ણાંતોના મતે જો રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો તમે બીમાર નહીં પડો.



આવી સ્થિતિમાં તહેવારોની સીઝનમાં હેલ્ધી ડ્રિંક્સ પીવાનું શરૂ કરો



આદુ, હળદર, લીંબુ અને મધ જેવી વસ્તુઓમાં કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ હોય છે



લીંબુમાં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે જરૂરી છે.



ગ્રીન ટી અને હર્બલ ઇન્ફ્યુઝન તેમના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો માટે જાણીતા છે.



ગ્રીન ટી અને કેમોમાઇલ જેવી હર્બલ ટી પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે



કોમ્બૂચા અને કેફિર જેવા પ્રોબાયોટિક પીણાંમાં બેક્ટેરિયા હોય છે જે આપણી પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.



હર્બલ ચાની સાથે નારિયેળ પાણી પણ ખૂબ જ ફાયદાકારક છે.



તહેવારોની સિઝનમાં મીઠાઇ વધુ ખાવામાં આવે છે



તમે તમારા દિવસની શરૂઆત એક ગ્લાસ લીંબુના ગરમ પાણીથી કરી શકો છો. તમે બપોરે ગ્રીન ટી પી શકો છો. તેનાથી રોગપ્રતિકારક શક્તિ નબળી નહીં પડે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો