શિયાળાની શરૂઆત સાથે દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં હવા પ્રદૂષણમાં વધારો થયો છે



ખરાબ હવા શ્વાસમાં લેવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.



આનાથી થતા નુકસાનમાં હૃદય રોગ, સ્ટ્રોક, શ્વાસ સંબંધી સમસ્યાઓ વગેરેનો સમાવેશ થાય છે



પરંતુ શું તમે જાણો છો કે વાયુ પ્રદૂષણ પણ સ્થૂળતાનું કારણ બની શકે છે.



અભ્યાસો અનુસાર, રજકણ, નાઇટ્રોજન અને કાર્બન મોનોક્સાઇડના કારણે વજનમાં વધારો અને સ્થૂળતાનો શિકાર બની શકો છો



એવા ઘણા પુરાવા છે કે વાયુ પ્રદૂષણ સ્થૂળતા માટેના જોખમી પરિબળોમાંનું એક છે.



વર્ષ 2021માં સ્પેનમાં બાળકો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધતું વાયુ પ્રદૂષણ બાળપણની સ્થૂળતા સાથે જોડાયેલું છે.



વધુમાં BMC પબ્લિક હેલ્થમાં પ્રકાશિત અહેવાલ અનુસાર વાયુ પ્રદૂષણ આહારની આદતોમાં ફેરફાર કરીને ચયાપચયને અસર કરી શકે છે.



એન્વાયર્નમેન્ટલ રિસર્ચમાં પ્રકાશિત થયેલા અન્ય એક અભ્યાસ અનુસાર.....



હવાના પ્રદૂષકો હાઈ બ્લડ પ્રેશર, હ્રદય રોગ અને ફેફસાના રોગનું જોખમ વધારી શકે છે