આ સ્થિતિમાં કેટલીક બાબતો ટાળવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું બ્લડપ્રેશર હાઈ હોય ત્યારે ચા પી શકાય?



જો તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો તો ગ્રીન ટી પીવી તમારા માટે સારી સાબિત થઈ શકે છે.



ગ્રીન ટી એન્ટી ઓક્સિડન્ટ્સનો સારો સ્ત્રોત છે. આ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે અને એકંદર આરોગ્ય પર પણ સારી અસર કરે છે.



દૂધની ચા શરીર માટે બહુ ફાયદાકારક નથી ગણાતી. તેનાથી સ્થૂળતા અને કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે, જેનાથી શરીરને ઘણી સમસ્યાઓ થઈ શકે છે.



દૂધની ચા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સારી નથી. જે લોકો આ ચા પીવે છે તેમને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ થવાનું જોખમ વધારે હોય છે.



હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો બ્લેક ટીનું સેવન કરી શકે છે. તેનાથી રક્તવાહિનીઓને ફાયદો થાય છે અને હૃદય સંબંધિત ઘણી સમસ્યાઓ ઓછી થઈ શકે છે.



આ ઉપરાંત, તમે લીંબુ સાથે ચા પણ પી શકો છો. હાઈ બીપીના દર્દીઓ માટે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે.



ડોક્ટરની સલાહ લોઃ જો તમે હાઈ બ્લડપ્રેશરની સ્થિતિમાં ચા પીવા માંગતા હોવ તો પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો. તેનાથી શરીરને ઘણી સમસ્યાઓથી બચાવી શકાય છે.