શું દારૂનો નશો ઉતારવા માટે કોઇ દવા છે? દારૂનો નશો ઉતારવા માટે અનેક ઘરેલુ ઉપાયો અને દવાઓ છે પરંતુ કોઇ ખાસ દવા નથી જે તરત જ નશો ઉતારી દે છે આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાયો જણાવીશું વધુ પાણી પીવાથી શરીરમાં હાઇડ્રેશન રહે છે અને દારૂ જલદી બહાર નીકળી જાય છે દારૂ પીધા અગાઉ અથવા બાદમા વિટામીન બી અને ઝિંક લેવાથી હેંગઓવર ઓછો થાય છે કેફીન નર્વસ સિસ્ટમને સક્રીય કરે છે જેનાથી તમે વધુ સતર્ક અનુભવ કરો છો એસ્પિરિન અથવા ઇબુપ્રોફેન જેવી દવાઓ માથાનો દુખાવો અને થાકમાં રાહત આપે છે નારિયેળ પાણીમા ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો