સ્વસ્થ રહેવા માટે એ જરૂરી છે કે તમે તમારા ડાયટમાં હેલ્ધી ફૂડને સામેલ કરો



તળેલા ખોરાક ખાવાથી તમે ઘણા રોગોનો શિકાર બની શકો છો.



નવા અભ્યાસો દર્શાવે છે કે જંક ફૂડ્સ ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.



સંશોધનમાં જાણવા મળ્યું છે કે વધુ પડતું જંક ફૂડ ખાવાથી જાંઘની ચરબી વધે છે.



યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડાના અભ્યાસમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડને આંતરડાના કેન્સરના વધતા જોખમ સાથે જોડવામાં આવ્યું છે.



જો કે હવે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે.



મોનાશ યુનિવર્સિટીના ડો. બાર્બરા કાર્ડોસોએ જણાવ્યું હતું કે આપણે શક્ય તેટલો સ્વસ્થ આહાર લેવો જોઈએ



આ અભ્યાસમાં અમેરિકામાં 20 થી 79 વર્ષની વયના 16,000 થી વધુ લોકોના આહાર અને આરોગ્યનો સર્વે કરવામાં આવ્યો હતો.



નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એક્ઝામિનેશન સર્વે (NHANES) ના ભાગ રૂપે 2003 અને 2010 વચ્ચે ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો.



સૌથી વધુ જંક ફૂડ ખાનારા લોકો સૌથી ઓછા પ્રોસેસ્ડ ફૂડ ખાતા લોકો કરતા 0.86 વર્ષ મોટા હતા.



જોકે, હેલ્ધી ડાયટ અપનાવ્યા બાદ આ અસર થોડી ઓછી જોવા મળી હતી.



અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક ઓછો ખાવાથી વૃદ્ધત્વ ધીમું થઈ શકે છે.



જો તમે વધુ પડતું જંક ફૂડ ખાઓ છો તો લોહીમાં શુગર લેવલ વધી જાય છે. આનાથી ડાયાબિટીસ અને હાર્ટના રોગનો ખતરો વધી જાય છે.



જંક ફૂડમાં રહેલી કેલરી વજનમાં ઝડપથી વધારો કરે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો