કિવીમાં ઘણા મોટા સ્વાસ્થ્ય લાભ છૂપાયેલા છે. આ ફળ વિટામિન સી, ફાઈબર અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર છે કીવીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે તે શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે અને મોસમી રોગોને અટકાવે છે. કીવીમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. કીવીમાં સારી માત્રામાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કીવીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. કીવીમાં વિટામિન A હોય છે, જે આંખોની રોશની માટે સારું છે. કીવીમાં કેટલાક એવા તત્વો હોય છે જે કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે. Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો