દૂધ એ પોષકતત્વોથી ભરપૂર છે તમામ ઉંમરના લોકોએ દરરોજ દૂધનું સેવન કરવું જોઈએ ઘણીવાર લોકો રાત્રે દૂધનું સેવન કરે છે દરેક લોકોએ રાત્રે દૂધ ન પીવું જોઈએ કેટલાક લોકોએ રાત્રે દૂધ પીવાનું હંમેશા ટાળવું જોઈએ રાત્રે સુતા પહેલા દૂધ પીવાથી કેટલાક લોકોને ઊંઘમાં સમસ્યા આવે છે આ સિવાય પેટમાં તકલીફ હોય તેમણે પણ રાત્રે દૂધ ન પીવું જે લોકોને કફની ફરિયાદ હોય તેમણે પણ રાત્રે દૂધ પીવું નહીં લીવર સંબંધિત સમસ્યા હોય તેમણે પણ રાત્રે દૂધ પીવાથી બચવું સામાન્ય લોકો કોઈપણ સમયે દૂધનું સેવન કરી શકે છે