ઊંઘની કમીથી શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ વધે છે

આના કારણે બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે.

ઓછી ઊંઘ લેવાથી શરીરની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પ્રભાવિત થાય છે

આના લીધે શરીરનું ગ્લુકોઝ લેવલ અનિયંત્રિત થઈ જાય છે, જે સીધી રીતે ડાયાબિટીસનું જોખમ વધારે છે.

ઊંઘ પૂરી ન થવાને કારણે ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સ (લેપ્ટીન અને ઘ્રેલિન) ગરબડ થઈ જાય છે

હોર્મોન્સ અનિયંત્રિત થવાના કારણે તળેલું અને વધુ કેલરીવાળો ખોરાક ખાવાની ઈચ્છા વધે છે

ઓછું ઊંઘવાથી શરીરની હાનિકારક કીટાણુઓ અને વાયરસ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.

પૂરતી ઊંઘ ન લેવાથી મૂડ સ્વિંગ અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓનું જોખમ વધી જાય છે.

ઊંઘ પૂરી ન થવા પર ભૂલી જવાની બીમારીનું જોખમ વધી જાય છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે