શું તમે જાણો છો કે મગફળીનું સેવન દરેક માટે ફાયદાકારક નથી હોતું? અહીં અમે તમને તેની કેટલીક મગફળી ખાવાના ગેરફાયદા જણાવી રહ્યા છીએ વધુ પડતી મગફળી ખાવાથી તમારું વજન ઝડપથી વધી શકે છે જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમારે મગફળીને ખૂબ જ સમજી વિચારીને ખાવી જોઇએ જો તમે વારંવાર ગેસ, એસિડિટી અને અપચો જેવી પાચન તંત્રને લગતી સમસ્યાઓથી પીડાતા હોવ તો તમારે મગફળી ખાવાનું ટાળવું જોઇએ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે મગફળી ખાવી પણ સમસ્યા બની શકે છે. ઘણા લોકોને મગફળી ખાધા પછી એલર્જીની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. શું તમે જાણો છો કે મગફળીના વધુ પડતા સેવનથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ પણ વધી શકે છે. વધુ મગફળી ખાવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી શકે છે, જે સંધિવાના લક્ષણોને વધુ ખરાબ કરી શકે છે. તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો