દિવાળી પર પરિવારના તમામ સભ્યો અને મિત્રો એકબીજાને મળે છે, ભેટ આપે છે અને ભોજનનો આનંદ માણે છે.



દિવાળીમાં વધારે પડતું ખાવાથી પેટનું ફૂલવું, અપચો વગેરે જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે



તળેલું અને મસાલેદાર ખાવાનું ટાળો. હળવો, પૌષ્ટિક અને સરળતાથી પચી જાય તેવો ખોરાક ખાવો જોઇએ



સફરજન, નારંગી વગેરે મોસમી ફળો પાચન માટે ફાયદાકારક છે.



દહીં પાચન શક્તિને વધારે છે અને આંતરડાને સ્વસ્થ રાખે છે.



ઘી પાચનમાં મદદ કરે છે અને શરીરને એનર્જી આપે છે.



જીરું પાચન શક્તિ અને ભૂખ પણ વધારે છે. તેને પાણીમાં ઉકાળીને પીવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે.



ત્રિફળા એક આયુર્વેદિક ઔષધિ છે જે પાચનને સુધારવામાં અને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે.



દિવસભર પુષ્કળ પાણી પીવો. તેનાથી તમારી પાચનક્રિયા સારી રીતે કામ કરશે.