ગર્ભાવસ્થા દરમિયાન હેલ્ધી ડાયટ ખાવાની સલાહ આપવામાં આવે છે જો તમારે સ્વસ્થ રહેવું હોય તો કેટલાક સ્વાસ્થ્યવર્ધક ફળોનું સેવન કરવું જરૂરી છે મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન કાચા પપૈયાનું સેવન ન કરવું જોઈએ જો તમે કાચું પપૈયું ખાઓ છો તો તેનાથી કસુવાવડનું જોખમ વધી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન પાકા પપૈયાનું સેવન પણ નિષેધ છે પપૈયું તાસીરે ગરમ હોવાથી ગર્ભને નુકસાન પહોંચાડી શકે છે. પપૈયામાં લેટેક્સ હોય છે. જે ગર્ભાવસ્થા માટે હાનિકારક છે. હંમેશા ડોક્ટરની સલાહ બાદ જ કોઈપણ ફ્રૂટનું સેવન કરવું જોઈએ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે