ડુંગળી ખાવાથી શરીરની અનેક સમસ્યાઓને દૂર થાય છે. નિષ્ણાતો કાચી ડુંગળી ખાવાની સલાહ આપે છે. ડુંગળીનું સેવન અનેક રોગોના ઈલાજમાં પણ કરી શકાય છે. કેટલીકવાર વધુ માત્રામાં ડુંગળીનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. ડુંગળીના વધુ પડતા સેવનથી આંતરડા પર અસર થાય છે અને પેટની સમસ્યા થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર, ડુંગળી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. ડુંગળી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકે છે. ડુંગળી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. જે લોકોને લો સુગર હોય છે તેમણે ડુંગળી ઓછી ખાવી જોઇએ કારણ કે ડુંગળી સુગરના સ્તરને ખૂબ ઘટાડી શકે છે. સગર્ભા સ્ત્રીઓએ પણ મર્યાદિત માત્રામાં ડુંગળીનું સેવન કરવું જોઈએ ડુંગળી ત્વચા માટે પણ નુકસાનકારક હોઈ શકે છે. વધુ પ્રમાણમાં કાચી ડુંગળી ખાવાથી પેટમાં દુખાવો અને કબજિયાત થઈ શકે છે. તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો