ચેપી રોગો ઝડપથી વધી રહ્યા છે અને આમાં દર્દીની રોગપ્રતિકારક શક્તિ જ નબળી પડી જાય છે અનેક ખતરનાક વાયરસ છે જે સીધા મગજને અસર કરે છે. ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે કોવિડની લાંબા ગાળાની અસરોમાં લોકોની મગજની શક્તિ ઘટી ગઈ છે મેમરી લોસ, ડિમેન્શિયા અને ડિપ્રેશન-એન્ગ્ઝાયટી જેવી સમસ્યાઓ ઝડપથી વધી છે. રેબીઝ વાયરસ એ મગજ માટે સૌથી ઘાતક વાયરસ છે. તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે HSV-1 હર્પીસ એન્સેફલાઇટીસનું કારણ બની શકે છે, જેનાથી મગજમાં સોજો આવે છે તેના સામાન્ય લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, મૂંઝવણ વગેરેનો સમાવેશ થાય છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો તે મગજને ગંભીર અસર પહોંચાડી શકે છે જાપાનીઝ એન્સેફાલીટીસ વાયરસ મગજમાં સોજાનું કારણ બને છે તેમાં ખૂબ તાવ, માથાનો દુખાવો, આંચકી અને કોમા જેવા લક્ષણો છે વેસ્ટ નાઇલ વાયરસ ઇન્સેફેલાઇટિસ અથવા મેનિન્જાઇટિસનું કારણ બની શકે છે. તેના લક્ષણોમાં તાવ, ધ્રુજારી, આંચકી અને લકવાનો સમાવેશ થાય છે. તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો