એક્યુટ લીવર ફેલ્યોર અને ક્રોનિક લીવર ફેલ્યોર એ બે અલગ અલગ પરિસ્થિતિઓ છે. લીવરને નુકસાન થવાને કારણે ઉલ્ટી અને ઉબકા જેવા લક્ષણો અનુભવાય છે. આના પરિણામે લોહીની ઉલટી થઈ શકે છે અથવા સ્ટૂલમાં રક્તસ્ત્રાવ થઈ શકે છે. ક્યારેક પેટનું કદ વધવું એ પણ ક્રોનિક લિવર રોગનું લક્ષણ છે. ત્વચામાં વધુ પડતી ખંજવાળ પણ લીવરની બીમારીની નિશાની છે. લીવર ફેલ થવાને કારણે પણ ઊંઘની સમસ્યા ઊભી થઈ શકે છે. ભૂખ ન લાગવી એ પણ લીવરની સમસ્યાઓની મોટી નિશાની છે. કોઈપણ કારણ વગર પગમાં સોજો આવવાનો સંબંધ પણ લીવર સાથે હોઈ શકે છે. અતિશય થાક અને વજન ઘટવું એ પણ લીવરના નુકસાનના લક્ષણો છે.