શિયાળામાં ઉપલબ્ધ મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.



મૂળામાં રહેલા પોષક તત્વો જેમ કે વિટામીન એ, વિટામીન સી, પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન શરીરને મજબૂત બનાવવામાં અને પાચનને સુધારવામાં મદદ કરે છે.



આ શાકભાજી કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ છે.



પરંતુ મૂળાનું સેવન કરતી વખતે કેટલીક ખાદ્ય ચીજો ટાળવી જોઈએ, નહીં તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.



મૂળાની સાથે દૂધ, કારેલા, સંતરા અને મધનું સેવન ખાસ કરીને નુકસાનકારક થઇ શકે છે.



મૂળાની સાથે દૂધ ના પીવું જોઇએ. ગેસ, અપચો અને પેટમાં દુખાવો જેવી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.



કારેલા અને મૂળા એકસાથે ખાવાથી શરીરમાં ઝેરી તત્ત્વો ઉત્પન્ન થઈ શકે છે, જેની સ્વાસ્થ્ય પર વિપરીત અસરો થઈ શકે છે.



મૂળા અને નારંગીનું એકસાથે ખાવાથી પેટમાં એસિડિટી અને બળતરા થઈ શકે છે



મૂળા અને મધનું એકસાથે સેવન કરવું શરીર માટે ઝેરી બની શકે છે. આ મિશ્રણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો