કોફી એ વિશ્વભરમાં કરોડો લોકો પીવે છે



તે ફક્ત તેના સ્વાદ માટે જ નહીં પણ એનર્જી બૂસ્ટર તરીકે પણ જાણીતું છે.



કેટલાક લોકોને કોફી પીવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.



ગર્ભવતી સ્ત્રીઓએ કોફી ન પીવી જોઈએ. ગર્ભપાત અથવા બાળકનું ઓછું વજન જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.



જે લોકોને હૃદય સંબંધિત સમસ્યાઓ છે તેમણે કોફી પીવાનું ટાળવું જોઈએ. કેફીન હૃદયના ધબકારા વધારી શકે છે



જો તમને હાઈ બ્લડ પ્રેશર કે અન્ય હૃદય રોગ છે તો કોફી પીતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.



અનિદ્રા અથવા ઊંઘ સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકોએ કોફી પીવાનું ટાળવું જોઈએ.



કેફીન ઊંઘને અસર કરી શકે છે. તે મગજને સક્રિય કરે છે. જો તમને ઊંઘ ન આવતી હોય તો સાંજે કે રાત્રે કોફી પીવાનું ટાળવું જોઇએ.



જે લોકો હાઇપર ટેન્શનનો શિકાર હોય છે તેમણે મર્યાદિત માત્રામાં કોફી પીવી જોઈએ.



કોફી પેટની એસિડિટી અને ગેસ્ટ્રિક સમસ્યાઓ વધારી શકે છે.



જે લોકોને અલ્સર, ગેસ્ટ્રાઇટિસ અથવા એસિડ રિફ્લક્સની સમસ્યા હોય તેમણે કોફીથી દૂર રહેવું જોઈએ.



બાળકો અને કિશોરોએ કોફી પીવાનું ટાળવું જોઈએ. તેમનું શરીર કેફીન પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો