લિવર આપણા શરીર માટે કિંમતી અને આવશ્યક અંગ છે તે પોતાને નુકસાનથી બચાવી શકે છે અને રીજનરેટ કરી શકે છે જો લિવરનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો તે ક્યારેય વૃદ્ધ થઈ શકતું નથી. આપણે જે પણ ખાઈએ છીએ લિવર તેના પોષક તત્વોને ફિલ્ટર કરીને શરીરના બાકીના ભાગમાં મોકલે છે અને કચરો દૂર કરે છે. જો કે, આપણી કેટલીક ભૂલો લિવરને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં આ ભૂલો ટાળવી જોઈએ. નિષ્ણાતોના મતે, વધુ પડતો આલ્કોહોલ પીવાથી લિવરને ગંભીર નુકસાન થાય છે. તેથી વ્યક્તિએ તેનાથી દૂર રહેવું જોઈએ. વિચાર્યા વગર દવાઓ લેવી પણ ખતરનાક છે. તે લિવર પર અસર કરે છે. સિગારેટ, હુક્કો અથવા કોઈપણ પ્રકારની તમાકુ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે આનાથી લિવરમાં સોજો અને ઈજાઓ થઈ શકે છે. રિફાઈન્ડ શુગર અથવા હાઈ સુગર ફૂડનું વધુ પડતું સેવન લિવરને નુકસાન કરી શકે છે સ્થૂળતા અથવા વધારે વજન પણ લિવરની કામગીરીને ધીમી પાડે છે. તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો