નાસ્તો એ આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તે આપણને દિવસભર ઉર્જાવાન રાખે છે



તેથી જ કહેવાય છે કે નાસ્તો હંમેશા હેલ્ધી હોવો જોઈએ. ઘણા લોકો નાસ્તામાં એવી વસ્તુઓ ખાય છે જે હેલ્ધી હોતું નથી



નાસ્તામાં સમય બચાવવા માટે ઘણા લોકો બહારથી બર્ગર, પિઝા અથવા ફ્રાઈડ ચિકન મંગાવતા હોય છે



જે કેલરીથી ભરપૂર માનવામાં આવે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.



આ વજન વધવા અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે.



તાજો રસ પીવાને બદલે ઘણા લોકો નાસ્તામાં પેકેજ્ડ જ્યુસ પીવાનું પસંદ કરે છે જેમાં નેચરલ સુગર ઓછી હોય છે



તે આર્ટિફિશિયલ સુગરથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પેકેજ્ડ જ્યુસને બદલે તમે ઘરે જ તાજો જ્યુસ પી શકો છો.



ઘણા લોકો નાસ્તામાં સમોસા અથવા કચોરી ખાવાનું પસંદ કરે છે, જે કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર છે.



જો તેને રોજ ખાવામાં આવે તો તેનાથી વજન વધે છે અને સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.



કેટલાક લોકો નાસ્તામાં ચા કે કોફી સાથે કૂકીઝ, પેસ્ટ્રી કે મફિન ખાવાનું પસંદ કરે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો