આપણા ડાયટની અસર શરીરના જુદા જુદા ભાગો પર જોવા મળે છે. આપણા ડાયટની અસર શરીરના જુદા જુદા ભાગો પર જોવા મળે છે. આ સાથે શરીરમાં જરૂરી વિટામિન્સ અને પોષણની ઉણપના લક્ષણો જોવા મળે છે. વિટામીન B12 શરીર માટે જરૂરી છે અને તેની ઉણપથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન B12 ની ઉણપના લક્ષણો નખ પર દેખાવા લાગે છે. વિટામીન બી-12નની જરૂર બોન મેરોમાં રેડ બ્લડ સેલ્સ બનાવવા માટે થાય છે. સ્વસ્થ લાલ રક્તકણો આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. સુકા અને નબળા નખ એ વિટામીન B12 ની ઉણપના સૌથી સામાન્ય લક્ષણો પૈકી એક છે. B12ની ઉણપ નખની રચનામાં ફેરફાર કરે છે, જે તેમને તૂટવાનું જોખમ વધારે છે. ઓક્સિજનની અછતને કારણે નખ પીળા દેખાવા લાગે છે. આ પણ વિટામિન B12 ની ઉણપનું મુખ્ય લક્ષણ છે. વિટામીન બી-12ની ગંભીર ઉણપથી નખ ચમચીના આકારના બની જાય છે. (Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો)