તમારા શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ ઓછું થઇ જાય તો શું થાય છે હિમોગ્લોબિન એક પ્રકારનું પ્રોટીન છે જે રેડ બ્લડ સેલ્સમાં જોવા મળે છે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટવાના કારણે શરીરને પ્રોપર ઓક્સિજન મળતો નથી હિમોગ્લોબિન ઓછું થવાના કારણે શરીરમાં લોહીની માત્રા ઘટી જાય છે લોહીની માત્રા ઓછી થવા પર એનીમિયાનો ખતરો વધી જાય છે હિમોગ્લોબિનની માત્રા ઓછી થવા પર શરીરમાં નબળાઇ અને થાકનો અનુભવ થાય છે માથામાં દર્દ, શ્વાસ ફૂલવો, ચક્કર આવવા, હાથ અને પગ ઠંડા થઇ જવા એ હિમોગ્લોબિન ઓછો હોવાના લક્ષણો છે હિમોગ્લોબિનની ઉણપના કારણે સ્કિન પીળી થઇ શકે છે હિમોગ્લોબિનની ઉણપ દૂર કરવા આયરન, વિટામીન બી12 અને ફોલેટ જરૂરી પોષક તત્વો છે પુરુષોમાં હિમોગ્લોબિનનુ સામાન્ય સ્તર 13.5-17.5 અને મહિલાઓમાં 12.0-15.5 હોવું જોઇએ તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો