શિયાળાની ઋતુમાં સવારે લસણને ખાવાની સલાહ આપવામાં આવે છે આયુર્વેદમાં તેને મહાઔષધિ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે જે લોકો દરરોજ કાચા લસણનું સેવન કરે છે તેમને શરદી કે ફ્લૂ થવાની શક્યતા 63 ટકા ઓછી હોય છે. યુરિક એસિડ અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં કાચું લસણ મદદરૂપ છે લસણમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને સેલેનિયમ તેમજ વિટામિન સીથી ભરપૂર હોય છે. માત્ર બે કળીઓ સવારે ખાવાથી આરામ મળે છે. જે લોકો દરરોજ સવારે એક ગ્લાસ પાણીની સાથે લસણની કળી ખાય છે તેમનું પાચનતંત્ર હંમેશા ઠીક રહે છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યા પણ દૂર રહે છે. વજન ઉતારવામાં પણ આ પદ્ધતિ લાભદાયી છે જે લોકોને લોહી જાડું થવાની સમસ્યા હોય તેમના માટે લસણનું સેવ ખૂબ જ ફાયદાકારક છે. લસણ બ્લડ ક્લૉટિંગને અટકાવે છે એટલા માટે સવારના સમયે ખાલી પેટ લસણની 1 કળી ખાવી જોઇએ તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો