માધુરી દીક્ષિતે ફિલ્મ 'અબોધ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આજે માધુરી તેનો 55મો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 15 મે 1967ના રોજ મુંબઈમાં થયો હતો. રિપોર્ટ્સ અનુસાર માધુરી દીક્ષિતની કુલ સંપત્તિ 250 કરોડની આસપાસ છે. એક રિયાલિટી શોને જજ કરવા માટે એક સીઝન માટે 24-25 કરોડ લે છે. માધુરી એક બ્રાન્ડની જાહેરાત કરવા બદલ લગભગ 8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. માધુરી દીક્ષિત પાસે ઓડી, ટોયોટા ઇનોવા ક્રિસ્ટલ, રોલ્સ રોયસ અને સ્કોડા રેપિડ છે. માધુરી દીક્ષિત સલમાન ખાન અને શાહરૂખ ખાન કરતા પણ વધુ ફી લેતી હતી. માધુરીને 'અંજામ'માં શાહરૂખ ખાન કરતા બે ગણી વધુ ફી આપવામાં આવી હતી. માધુરીને 'હમ આપકે હૈ કૌન' માટે સલમાન ખાન કરતા પણ વધુ ફી મળી હતી. All Photo Credit: Instagram