ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. હિના ખાન હાલમાં દુબઇમાં વેકેશન માણી રહી છે. હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. હિના ખાન પીળા-લીલા પ્રિન્ટેડ ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી છે. દુબઈના મિરૈકલ ગાર્ડનમાં સાઈકલ ચલાવતી વખતે લીધેલી તસવીરો શેર કરીને અભિનેત્રીએ અહીં આવવાનું કારણ જણાવ્યું છે. હિના ખાને તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું, 'દુબઈના મિરેકલ ગાર્ડનમાંથી. મારા પપ્પાને આ જગ્યા પસંદ હતી, તેથી મારે અહીં આવવું પડ્યું'. હિના ખાનની સુંદરતા જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે. હિના ખાને પોતાના અભિનયથી માત્ર ચાહકોના દિલો જ નથી જીત્યા પણ તેની સ્ટાઈલને કારણે તે ઘણી લોકપ્રિય પણ છે. નોંધનીય છે કે 20 એપ્રિલ 2021ના રોજ હિના ખાનના પિતાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. હિના ઘણા સમયથી ડિપ્રેશનમાં હતી અને ઘણી વાર તેના પિતાને યાદ કરતી હતી.