દરેકનું ફેવરિટ કપલ કેટરિના કૈફ- વિકી કૌશલ હાલમાં વેકેશન માણી રહ્યા છે. જ્યારથી બંનેના લગ્ન થયા છે ત્યારથી તેઓ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. આ કપલ પોતાની વ્યસ્ત પ્રોફેશનલ લાઈફમાંથી સમય કાઢીને ભારતની બહાર સમય વિતાવી રહ્યું છે. વિકી અને કેટરીના હાલમાં દરિયા કિનારે રજાઓ માણી રહ્યા છે બંને ઉનાળામાં સૂર્ય અને રેતીનો આનંદ માણી રહ્યાં છે તાજેતરમાં કેટરીનાએ સોશિયલ મીડિયા પર તેના રોમેન્ટિક વેકેશનનો ફોટો શેર કર્યો છે. ફોટોમાં વિક્કીએ કેટરિનાના ખોળામાં માથું પકડી રાખ્યું છે. ફોટામાં કેટરિના વિકી સાથે દરિયાની વચ્ચે યાટ પર બેઠેલી જોવા મળી હતી. અન્ય ફોટોમાં તે પ્રકૃતિ અને સૂર્યાસ્તની ઝલક બતાવી રહી છે. આ સિવાય એક ફોટોમાં કેટરીના કૈફ બેસીને એન્જોય કરતી જોવા મળી રહી છે.