ટીમ ઈન્ડિયાએ સતત ચોથી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર કબજો કર્યો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ ડ્રો રહી હતી. અમદાવાદમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટિંગનો ફેંસલો કર્યો હતો ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ 180 રન ફટકાર્યા હતા. કેમરૂન ગ્રીને પણ ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફટકારી હતી. ભારતના શુભગન ગિલે 128 રનની શાનદાર ઈનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 186 રનની ઈનિંગ રમીને ત્રણ વર્ષ બાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. જાડેજાની સાથે આર અશ્વિનને પણ પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. તમામ તસવીર સૌજન્યઃ પીટીઆઈ