ભારતે શ્રીલંકાને 3 T20 શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. હવે T20 સીરીઝ બાદ બંને ટીમો વચ્ચે 3 વનડે મેચોની સીરીઝ રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ રમાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓ આ શ્રેણીમાંથી વાપસી કરશે. આ સિવાય કેએલ રાહુલ પણ મેદાન પર જોવા મળશે. રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રહેશે. ભારતીય ટીમનો કેપ્ટન શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાંથી પરત ફરી રહ્યો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો. વિરાટ કોહલી શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાંથી પુનરાગમન કરી રહ્યો છે. વિરાટ કોહલીનું તાજેતરનું ફોર્મ શાનદાર રહ્યું છે ભારતીય વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલનું તાજેતરનું ફોર્મ સારું રહ્યું નથી. ખાસ કરીને બાંગ્લાદેશ સામેની સિરીઝમાં આ ખેલાડીએ નિરાશ કર્યો હતો. કુસલ મેન્ડિસ તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. ભારત સામેની T20 શ્રેણીમાં સારી શરૂઆતને મોટા સ્કોરમાં પરિવર્તિત કરી શક્યો ન હતો, શ્રીલંકાના ઓલરાઉન્ડર વનિન્દુ હસરાંગા ઘાતક બોલિંગ સિવાય, વનિન્દુ હસરંગા બેટિંગથી મેચ બદલી શકે છે. તેની ગણના તાજેતરના સમયના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે