મુઘલકાળમાં અનેક શાસકો એવા હતા જેમના નામ પર દેશભરમાં ગામ અને શહેરોના નામ છે કેટલા સ્થળોના નામ જલાલઉદ્દીન મોહમ્મદ અકબરના નામ પરથી રખાયા છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, મુઘલ બાદશાહ અકબરના નામ પર લગભગ 251 ગામ છે. એવું કહેવાય છે કે અકબરના સમયમાં મુઘલ સામ્રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતુ અકબરે મુઘલ સામ્રાજ્ય પર વર્ષ 1556થી લઇને 1605 સુધી શાસન કર્યું દેશભરમાં અકબરના નામ પર 251 સ્થળો છે જેમાંથી લગભગ 70 અકબરપુર છે ઉત્તર પ્રદેશના આગ્રા અને બનારસનું નામ અકબરના નામ પરથી રખાયા હતા ઇતિહાસમાં આગ્રાને અકબરાબાદ અને બનારસને મોહમ્મદાબાદ કહેવામાં આવતું હતું અકબર સિવાય બાબર, હુમાયુ, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબના નામ પર દેશમાં લગભગ 704 સ્થળો છે. જેમાં કેટલાક સ્થળોના નામ હુમાયુપુર, બાબરપુર, અકબરપુર, ઔરંગાબાદ, અકબર નિવાસ ખંડ્રિકા અને દામોદરપુર શાહજહાં છે.