દેશના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓમાંના એક અને અગ્રણી બિઝનેસ ગ્રુપ ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાનું અવસાન થયું હતું.



રતન ટાટાના નિધન બાદ ટાટા સન્સના વિશાળ સામ્રાજ્યને કોણ સંભાળશે તે અંગે અટકળો ચાલી રહી છે.



રતન ટાટાએ તેમના જીવનકાળ દરમિયાન ટાટા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય સંભાળ, ગ્રામીણ વિકાસ અને આપત્તિ રાહત માટે ઘણી મદદ કરી છે.



રતન ટાટાએ ક્યારેય લગ્ન કર્યા નથી અને તેમને કોઈ સંતાન નથી તેથી તેમના નિધન પછી તેમની મિલકતનો વારસો કોણ મેળવશે, આ પ્રશ્ન દરેકના મનમાં છે.



રતન ટાટાની મિલકત રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાની પુત્રી માયા ટાટા પાસે જવાની શક્યતા છે.



34 વર્ષીય માયાએ બેયસ બિઝનેસ સ્કૂલ અને વારવિક યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે. તેણીએ ટાટા ઓપોર્ચ્યુનિટી ફંડ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી



તેણીએ Tata Neu એપ વિકસાવવામાં અને લોન્ચ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.



માયા ટાટાના ભાઈ નેવિલ ટાટા (32 વર્ષ) ફેમિલી બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમને રતન ટાટાના સામ્રાજ્યના વારસદાર તરીકે પણ જોવામાં આવી રહ્યા છે.



નેવિલ ટાટા સ્ટાર બજારનું નેતૃત્વ કરી રહ્યા છે, જે ટ્રેન્ટ લિમિટેડ હેઠળની હાઇપરમાર્કેટ ચેઇન છે.



નેવિલ અને માયા ટાટાની બહેન લીઆ ટાટા (39 વર્ષ) આ ગ્રુપના હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા છે.



તેમણે સ્પેનની IE બિઝનેસ સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું. તેણીએ તાજ હોટેલ્સ રિસોર્ટ્સ અને પેલેસિસમાં કામ કર્યું હતું