દેશના અમીરોની યાદીમાં રતન ટાટાનું નામ કેમ સામેલ કરવામાં આવતું નહોતું ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું નિધન બુધવારે થયું હતું તેમને સાત ઓક્ટોબરના રોજ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેમની તબિયત અચાનક બગડી હતી અને તેમને આઇસીયૂમાં દાખલ કરાયા હતા રતન ટાટા દુનિયાના સૌથી સન્માનિત બિઝનેસમેનમાંના એક હતા તેમ છતાં તેઓ દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં આવતા નહોતા તે ટાટા ગ્રુપના ચેરમેન હતા જેની 29 કંપનીઓ બજારમાં લિસ્ટેડ છે આ કંપનીઓનું માર્કેટ કેપ 31.6 ટ્રિલિયન રૂપિયા છે આ કંપનીઓનો નફો ટાટા ટ્રસ્ટના એકાઉન્ટમાં જાય છે જે સોશિયલ વર્કમાં વપરાય છે આ કારણે રતન ટાટાની પ્રાઇવેટ સંપત્તિમાં કોઇ ફેરફાર થતો નથી