એશિયા કપમાં આજે ભારતનો મુકાબલો શ્રીલંકા સામે છે. ભારત પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ 48 બોલમાં 53 રનની ઈનિંગ રમવા સાથે એક ખાસ લિસ્ટમાં સામેલ થયો. રોહિત શર્મા વન ડેમાં ભારત તરફથી 10,000 રન બનાવનારો છઠ્ઠો બેટ્સમેન બન્યો હતો. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે ભારત તરફથી વન ડેમાં સર્વાધિક રન બનાવ્યા છે. સચિને વન ડે કરિયરમાં કુલ 18426 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ગઈકાલે વન ડેમાં 13 હજાર રનનું સીમાચિહ્ન હાંસલ કર્યુ હતું. તે આ લિસ્ટમાં બીજા ક્રમે છે. સૌરવ ગાંગુલી 11,363 રન સાથે લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. ટીમ ઈન્ડિયાનો વર્તમાન કોચ અને પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડ 10,889 રન સાથે લિસ્ટમાં ચોથા ક્રમે છે. ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ કેપ્ટન એમ એસ ધોની 10,773 રન સાથે લિસ્ટમાં પાંચમાં ક્રમે છે.