ટીવી એક્ટ્રેસ શમા સિકંદર ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહી છે. તે જેમ્સ મિલિરોન સાથે લગ્ન કરશે. શમા સિકંદર ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહી છે. શમાએ લગ્ન પહેલા તેની ગર્લ ગેંગ સાથે બેચલર પાર્ટી કરી હતી. શમાની બેચલર પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેણે તેના મિત્રો સાથે પાર્ટી કરી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી ફોટો શેર કરતા શમાએ લખ્યું- છોકરાઓએ હંમેશા મજા કેમ કરવી જોઈએ શમાએ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં ફોટા શેર કર્યા છે. જેમાં તે પોતાની ગર્લ ગેંગ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. શમાના લગ્નમાં પરિવાર અને મિત્રો તેમાં સામેલ થવાના છે. શમા થોડા દિવસ પહેલા જ લગ્ન માટે ભારત પરત આવી છે. તસવીરોમાં શમા તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. ફોટામાં શમાના ચહેરા પર વેડિંગ ગ્લો સ્પષ્ટ દેખાય છે. તેના ફોટાના ખૂબ વખાણ થઈ રહ્યા છે.