ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 આજથી શરૂ થશે. આ વખતે આઠને બદલે દસ ટીમો ભાગ લઈ રહી છે, આઈપીએલ 2022માં કેએલ રાહુલ, ઋષભ પંત, શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ કેપ્ટન છે. તેઓ ભવિષ્યમાં ટીમ ઈન્ડિયા માટે વિકલ્પ બની શકે છે. મયંક અગ્રવાલ પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે. તે પોતાની જાતને એક શાનદાર કેપ્ટન સાબિત કરી શકે છે બેટ્સમેન પંત પણ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનવાનો મજબૂત દાવેદાર છે. બેટ્સમેન કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાનો ભવિષ્યનો કેપ્ટન ગણવામાં આવે છે. તે આઇપીએલમાં સારુ પ્રદર્શન કરી દાવો મજબૂત કરશે કોલકાતા નાઈટ રાઈડર્સના સુકાની શ્રેયસ અય્યર પાસે કેપ્ટનશીપનો ઘણો અનુભવ છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો છે. જાડેજા ભારતીય ટીમને વિકલ્પ પૂરો પાડી શકે છે. વર્તમાન કેપ્ટન રોહિત 30 એપ્રિલે 35 વર્ષનો થઈ જશે. તે આગામી 3-4 વર્ષ સુધી કેપ્ટન રહેશે તેવી આશા રાખી શકાય છે.