પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે અમદાવાદમાં રમાશે.
IPLને વધુ રસપ્રદ બનાવવા માટે આ વખતે કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
સરળ રીતે સમજીએ તો આ નિયમનો અર્થ એ છે કે મેચ દરમિયાન પ્લેઈંગ-11 ખેલાડીઓમાંથી કોઈ એકને પડતો મૂકીને તેની જગ્યાએ નવા ખેલાડીનો સમાવેશ કરવાનો હોય છે.
આ માટે બંને ટીમના કેપ્ટને ટોસ દરમિયાન પ્લેઈંગ-11 સિવાય 4-4 ખેલાડીઓના નામ જણાવવાના રહેશે. આમાંથી એક જ ખેલાડી બદલી શકાય છે.
દરેક દાવમાં 14મી ઓવર પહેલા ટીમ આ ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો ઉપયોગ કરી શકે છે.
જ્યારે ઓવર પૂરી થઈ જાય અથવા વિકેટ પડી કે કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય ત્યારે ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો ઉપયોગ કરીને ખેલાડીને બદલી શકાય છે.
જો વરસાદને કારણે મેચ 10-10 ઓવરથી ઓછી કરવામાં આવે તો આ નિયમનો ઉપયોગ કરી શકાતો નથી.
ઇમ્પેક્ટ પ્લેયરના નિયમનો ઉપયોગ કરવા માટે મેચ 10-10 ઓવરથી વધુની હોવી જરૂરી છે.
ઈમ્પેક્ટ પ્લેયર હેઠળ જે ખેલાડી મેચની બહાર થઈ જાય છે તેની ફરીથી કોઈ ભૂમિકા રહેશે નહીં. જો તે પ્લેઈંગ-11માંથી બહાર થઈ જશે તો તેનો કોઈપણ રીતે ઉપયોગ થઈ શકશે નહીં.