હાલ સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સ ટ્રેંડ થઈ રહ્યા છે.

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવાના સમાચાર અચાનક સામે આવ્યા છે

ગુજરાતની ટીમ છેલ્લી બે સિઝનથી IPL રમી રહી છે

છેલ્લી બે સિઝનમાં હાર્દિકની કેપ્ટનશિપમાં ટીમ ફાઇનલમાં પહોંચી છે

હાર્દિકે આઈપીએલમાં પ્રથમ વખત કેપ્ટનશિપ કરતાં ગુજરાત ટાઈટન્સને વિજેતા બનાવ્યું હતું

હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ગુજરાત ટાઈટન્સ સતત બીજી વખત ફાઈનલમાં પહોંચી હતી

હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે હાર્દિક ગુજરાત છોડવા તૈયાર છે

મુંબઈ તેને ટ્રેડ વિન્ડો દ્વારા પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે

મીડિયા અહેવાલો અનુસાર, મુંબઈએ હાર્દિકના પગાર અને ટાઇટન્સને ટ્રાન્સફર ફી તરીકે રૂ. 15 કરોડ ચૂકવવા પડશે

હાર્દિકે 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. (તમામ તસવીરઃ સોશિયલ મીડિયા)