RCBના ખેલાડી વિરાટ કોહલીએ મેદાનમાં પ્રવેશતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો વિરાટ કોહલી એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તેની 100મી T20 મેચ રમી રહ્યો છે. આ રીતે વિરાટ કોહલી કોઈપણ ગ્રાઉન્ડ પર 100 T20 મેચ રમનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે. એકંદરે, વિરાટ કોહલી કોઈપણ ગ્રાઉન્ડ પર 100 T20 રમનાર 15મો ક્રિકેટર છે રોહિત શર્માએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 80 મેચ રમી છે. મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં 69 મેચ રમ્યો છે. બાંગ્લાદેશના 11 ખેલાડીઓ કોઈપણ એક મેદાન પર 100 T20 રમી ચૂક્યા છે. બાંગ્લાદેશના 11 ખેલાડીઓએ ઢાકાના શેરે-એ-બાંગ્લા સ્ટેડિયમમાં 100 T20 મેચ રમી છે