આઈપીએલમાં મોટા ભાગે રન, વિકેટની જ વાત થતી હોય છે, કેચની બહુ ઓછી ચર્ચા થાય છે



આઈપીએલમાં ઘણા અકલ્પનીય કેચ જોવા મળ્યા છે અને સીઝન દરમિયાન બેસ્ટ કેચનો એવોર્ડ પણ આપવામાં આવે છે



વિરાટ કોહલીએ 242 મેચમાં 110 કેચ પકડ્યા છે અને તે આ મામલે ટોચ પર છે



વિરાટે 2008માં RCB માટે ડેબ્યૂ કર્યું હતું અને હજુ પણ તે જ ટીમનો ભાગ છે.



સુરેશ રૈના લીગમાં 100 કેચ લેનાર પ્રથમ ફિલ્ડર હતો.



રૈનાએ માત્ર 205 મેચમાં 109 કેચ પકડ્યા હતા.



189 મેચ રમનાર પોલાર્ડે 103 કેચ પકડ્યા છે



કિરોન પોલાર્ડની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે. તેણે આઈપીએલમાં ઘણા શાનદાર કેચ પકડ્યા છે.



રોહિત શર્માએ આઈપીએલમાં 100 કેચ પકડ્યા છે



ધવને આઈપીએલની 221 મેચમાં 98 કેચ પકડ્યા છે. તેની પાસે આ સિઝનમાં 100 કેચ પૂરા કરવાની તક પણ છે.