IPL 2025 22 માર્ચથી શરૂ થવાની છે.



જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ તેની પ્રથમ મેચ 23 માર્ચે રમશે.



તેઓ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે.



આ પહેલા એમએસ ધોનીએ આઈપીએલની તૈયારીઓ શરૂ કરી દીધી છે.



ધોની સીઝનની શરૂઆત પહેલા CSK કેમ્પમાં જોડાઈ ગયો છે.



આ દરમિયાન ધોની ગુરુવારે નેટમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો.



ચેન્નાઈએ ધોનીને 4 કરોડ રૂપિયામાં હરાજીમાં જાળવી રાખ્યો હતો.



ધોની ઉપરાંત રવિચંદ્રન અશ્વિન પણ ટીમ કેમ્પમાં સામેલ થયો છે.



IPL 2024માં ચેન્નાઈ લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી.



આ વર્ષે ચેન્નાઈ રુતુરાજ ગાયકવાડ અને ધોનીના નેતૃત્વમાં છઠ્ઠી વખત આઈપીએલ ટાઈટલ જીતવાનું લક્ષ્ય રાખશે.