‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ દિવસોમાં નવી દયાબેનની એન્ટ્રીને લઈને ચર્ચામાં છે. શોના નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે શોમાં દયાબેનની એન્ટ્રી ચોક્કસ થશે. આસિત મોદીએ કહ્યું હતું કે દયાબેનના પાત્ર માટે ઓડિશન શરૂ થઈ ગયા છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ શોને એક નવી દયાબેન મળી છે. એક રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી કાજલ પિસાલનું નામ દયાબેન તરીકે સામે આવી રહ્યું છે. આ પહેલા કાજલ કલર્સ ચેનલના શો ‘સિર્ફ તુમ’માં જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાજલ જલ્દી જ શોનું શૂટિંગ શરૂ કરશે. કાજલ રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે. કાજલ પિસાલના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો જોવા મળશે. All Photo Credit: Instagram