TV એક્ટ્રેસ કામ્યા પંજાબી આજે 43મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે.

નાનપણથી જ એક્ટિંગનો શોખ ધરાવતી કામ્યા પંજાબીએ 2001માં 'શ્શ્શ...કોઈ હૈ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

આ પછી તે 'રીત', 'અસ્તિત્વ - એક પ્રેમ કહાની', 'પિયા કા ઘર', 'મર્યાદા - લેકિન કબ તક', 'શક્તિ' અને 'બનૂન મેં તેરી દુલ્હન' જેવા ઘણા શોમાં જોવા મળી હતી.

'બનૂન મેં તેરી દુલ્હન'માં સિંદૂરાના નકારાત્મક પાત્રથી તે દરેક ઘરમાં જાણીતી થઈ હતી.

2021માં અભિનેત્રી કોંગ્રેસમાં સામેલ થઈ હતી.

ટીવીની દુનિયમાં આવતાં પહેલા 2003માં બંટી નેગી સાથે સગાઈ કરી હતી.

લગ્નના બે વર્ષ પછી તેમના સંબંધોમાં સમસ્યાઓ આવવા લાગી અને 2006માં તેઓએ છૂટાછેડા માટે અરજી કરી.

પરંતુ બંનેએ તેમના સંબંધોને વધુ એક તક આપી અને ત્યારબાદ 2009માં તેમની પુત્રીનો જન્મ થયો.

તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને લગ્નના 10 વર્ષ પછી બંને અલગ થઈ ગયા.

આ પછી શલભ ડાંગે કામ્યા પંજાબીના જીવનમાં પ્રવેશ કર્યો. શલભ હેલ્થકેર ઉદ્યોગમાંથી આવે છે.

બંનેએ 10 ફેબ્રુઆરી 2020ના રોજ લગ્ન કર્યા હતા. શલભ અને કામ્યા બંનેના આ બીજા લગ્ન છે.

કામ્યાને તેના પહેલા લગ્નથી એક પુત્રી છે, જ્યારે શલભને તેના પહેલા લગ્નથી એક પુત્ર પણ છે.