દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી સૌનું દિલ જીતી લીધું હતું. આ શોમાં દિશા વાકાણીએ દયાબેનનું પાત્ર ભજવ્યું હતું. દિશાએ તેના કોમેડી અવતારથી દરેક ઘરમાં અલગ ઓળખ બનાવી છે. અભિનયની શરૂઆતના દિવસોમાં દિશાએ બી ગ્રેડની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. દિશાએ કમિસનઃધ અનટચ્ડ નામની ફિલ્મમાં કામ કર્યુ હતું. આ ફિલ્મ લો બજેટ હતી. આ ફિલ્મ 1997માં સાઈ બાબા ફિલ્મના બેનર હેઠળ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં દિશાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. દિશાએ ઓછામાં ઓછા એક દાયકા સાથે સ્ટ્રગલ કર્યુ હતું. દિશા દેવદાસ અને જોધા અકબરમાં પણ સપોર્ટિંગ રોલમાં નજરે પડી ચુકી છે. જેઠાલાલની પત્ની બન્યા બાદ તેની કિસ્મત ચમકી હતી. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ