PM મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ ચિત્રદુર્ગમાં જનસભાને સંબોધન કર્યું.
PM મોદીએ ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ અને જેડીએસ પર જોરદાર પ્રહારો કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસ દેખાવ માટે બે પાર્ટીઓ છે, પરંતુ બંને દિલથી અને તેમના કાર્યોથી સમાન છે.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'આપણે કર્ણાટકને વિકસિત ભારતનું પ્રેરક બળ, વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બનાવવાની જરૂર છે.
આ પરિપૂર્ણ કરવા માટે, આપણે ડબલ એન્જિન સરકારને ફરીથી સત્તામાં લાવવી પડશે.
પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના 'અમૃત કાળ'માં કર્ણાટકની આ પહેલી ચૂંટણી છે. આ ચૂંટણી કર્ણાટકને નંબર વન રાજ્ય બનાવવાની ચૂંટણી છે.
આગામી 25 વર્ષમાં કર્ણાટક વિકાસની કઈ ઊંચાઈએ પહોંચશે તે આ ચૂંટણી નક્કી કરશે.
વડાપ્રધાને કહ્યું કે 'જ્યાં સુધી રાજ્યમાં કોંગ્રેસની સરકાર રહી ત્યાં સુધી અહીં વિકાસની ગતિ સ્થગિત રહી. સરકાર માત્ર રિવર્સ ગિયરમાં જ ચાલતી રહી.
આજે ભાજપ વિકાસની અનેક યોજનાઓ લઈને આવી રહી છે, જેમાં હાઈવે, રેલવે અને એરપોર્ટનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
PM મોદીએ કહ્યું, કર્ણાટકની જનતાએ કોંગ્રેસ અને જેડીએસ બંનેથી સાવધાન રહેવું પડશે. આ બંને પરિવારવાદી છે, બંને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે અને બંને સમાજમાં ભાગલા પાડવાનું રાજકારણ કરે છે.