બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ ગઈકાલે રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન કેટરીના શાનદાર અંદાજમાં જોવા મળી હતી. ટાઈગર 3 અભિનેત્રીના એરપોર્ટ લૂકની તસવીરો હવે વાયરલ થઈ રહી છે. કેટરીના કૈફે હાલમાં જ તેની બીજી વેડિંગ એનિવર્સરી ઉજવી હતી. અભિનેત્રી તસવીરોમાં હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન કેટરિના નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. અભિનેત્રી તાજેતરમાં જ ટાઇગર 3 માં જોવા મળી હતી બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પણ મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા એરપોર્ટ પર જોવા મળી હતી.