વિકી કૌશલ-કેટરિના કૈફ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું સૌથી ક્યૂટ કપલ છે. બંને અવારનવાર તેમના લગ્ન જીવનનો આનંદ માણતા જોવા મળે છે. હાલમાં જ આ કપલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકી કૌશલ-કેટરિના કૈફ સિક્રેટ વેકેશન પર ગયા છે. વિકી-કેટ સ્ટાઇલિશ આઉટફિટમાં જોવા મળ્યા હતા બંને અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા માટેનો પ્રેમ દર્શાવે છે બંનેએ ગયા વર્ષે 9 ડિસેમ્બર 2021ના રોજ લગ્ન કર્યા હતા. બંનેએ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં ભવ્ય લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ચાહકો વિકી-કેટને ફિલ્મમાં સાથે જોવા માંગે છે